તા.૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો, જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે
ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.)કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સીઝનમાં વર્ષ:૨૦૨૫-૨૬ માટે મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબિન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે. ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટ
તા.૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો, જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે


ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.)કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સીઝનમાં વર્ષ:૨૦૨૫-૨૬ માટે મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબિન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે.

ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે.

તા.૦૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાવી શકે છે.

જેથી મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોને નોંધણી કરવા ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande