નેશનલ સ્પોર્ટ ડે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત, વિવિધ રમત-ગમતનુ આયોજન કરતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ
ગીર સોમનાથ, 31 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સી.સી.ખટાણા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા નેશનલ સ્પોર્ટ ડે
વિવિધ રમત-ગમતનુ આયોજન કરતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ


ગીર સોમનાથ, 31 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સી.સી.ખટાણા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્રારા નેશનલ સ્પોર્ટ ડે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત, સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમત-ગમત અને ફિટનેશ પ્રવૃતીઓનુ આયોજન કરવા સુચના આપવામાં આવેલ. તે અનુસંધાને

આજરોજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સી.સી.ખટાણા સાહેબની અધ્યક્ષતામાં વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ચૌહાણ તથા સોમનાથ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.જી.પટેલ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ હેડ ક્વાટરના રીર્ઝવ પોલીસ ઇન્સપેક્ટર ડી.આર.વંશ તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.આર.રાયજાદા તથા જી.એન.કાછડ તથા પી.પી. પ્રજાપતિ તથા એ.બી.ગોહિલ તથા વેરાવળ સીટી તથા પ્રભાસ પાટણ તથા સોમનાથ મરીન તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ હેડ ક્વાટરના પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડના કર્મચારીઓ તથા જે.પી.પબ્લીક સ્કુલના વિધ્યાર્થીઓ તથા વેરાવળ શહેરના નાગરીકો દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વેરાવળ કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ ડે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમત-ગમતનુ આયોજન કરવામાં આવેલ. જેમા ગીર સોમનાથ જીલ્લા રમત ગમત અધિકારી કાનજી ભાલીયા સાહેબ હાજર રહેલ અને રેફરી તરીકે સુભાષભાઇ કામળીયા તથા જયેશભાઇ ગોહિલ હાજર રહી ક્રિકેટ, રસ્સાખેચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી,કોથ‌‌ળા દોડ વિગેરે ગેમ્સનુ આયોજન કરેલ જેમાં વિજેતાઓને મેડલ તથા ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

જેમા વિજેતા થયેલાંની યાદી નિચે વિગતે છે.

1- સંગીત ખુરશી મહિલા - મનીષાબેન ભૂપતભાઈ,વેરાવળ સીટી પોલીસ સ્ટેશન

2- સંગીત ખુરશી પુરુષ - મહેશકુમાર અરજણભાઈ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશન

3- લીંબુ ચમચી મહિલા - અલ્કાબેન સોલંકી, હોમગાર્ડ-વેરાવળ સીટી પોલીસ સ્ટેશન

4- લીંબુ ચમચી પુરુષ - કરણસિહ બાબુભાઇ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન

5-કોથળા દોડ પુરુષ-મહેશકુમાર અરજણભાઈ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશન

6- કોથળા દોડ મહિલા- પ્રજ્ઞાબેન ઉકાભાઈ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશન

7- રસ્સાખેચ પુરુષ-જીલ્લા પોલીસ હેડ ક્વાટર ટીમ

8-રસ્સાખેચ મહિલા-વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ટીમ

9-ક્રિકેટ-વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ટીમ

10- લીંબુ ચમચી સ્કુલના વિદ્યાર્થીઓમાં -

1- મૂલતાની માહેનૂર ,2- જુંગી દર્શન, 3-વંશ સોલંકી , જે.પી. પબ્લીક સ્કુલ વેરાવળ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande