ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા આવતી કાલથી શરૂથશેતા.૦૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ થશે ત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે તે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ સેન્ટર ખાતેઆવેલ મગફળી ની નોંધણી માટેનો ખેડૂતોની હજુ પહેલી તારીખથી નોંધણી થવાની છે ત્યારે પોતાના સાત. બાર.આઠ .ની નકલ.અને દાખલા લઈને છેલ્લા ત્રણ દિવસ થીલાઈનમાં રાખી દીધી છે.
કારણ કે નોંધણી કરવા માટેનું કોમ્પ્યુટર એક જ હોય અને ખેડૂતોની સંખ્યા બહોળી હોયઅને બીજી બાજુ કનેક્ટિવના નેટ ના પ્રોબ્લેમ ના કારણે ખેડૂતોમાં મુશ્કેલીનો વધારો થયો ગીર સોમનાથ સુત્રાપાડા ના ગ્રામ્ય વિસ્તારો માં પંચાયત કચેરી ના vce કેન્દ્ર પર લાગી ખેડૂતો ની કતાર મગફળી ના ટેકા ના ભાવ ની નોંધણી ને લઈને ખેડૂતો ની લાંબી કતારો જોવા મળી રહી છે.
કંટાળેલા ખેડૂતો એ રાત્રે તો પોતાના પોતાની સાત 12 આઠ નકલોને રાખ્યા કતારો માં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા આવતી કાલથી શરૂથશેતા.૦૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમિયાન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને નોંધણીનું એક વધારાનું કોમ્પ્યુટર મૂકી દે તેવી ખેડૂતોની સરકાર પાસે માગણી કરી રહ્યા છે જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગામની વસ્તી 12000 ની આજુબાજુ હોય ત્યારે તેમાં ૮૦ ટકા લોકો ખેતી ઉપર નિર્ભર હોય ત્યારે એક જ કોમ્પ્યુટરમાં નકલ કાઢવાની અને નોંધણી પણ કરવાની જેથી કરીને ખેડૂતોને મુશ્કેલી સામનો કરવાનો વારો આવી રહ્યો છે હાલ તો ખેડૂતોની સરકાર પાસે માંગ છે તે વધારાનું કોમ્પ્યુટર મુકો તેથી ખેડૂતોને મુશ્કેલી ના પડે તેવી માંગ કરાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ