છપ્પન ભોગથી મીઠાઈ દુકાનો પર ભારે માંગ
સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના દરેક મંડપમાં એક દિવસ છપ્પન ભોગનો કાર્યક્રમ યોજાય છે જેમાં મીઠાઈથી લઇને ફરસાણ, ઠંડા પીણા અને વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલાક આયોજકો ખાસ 56 અલગ–અલગ મીઠાઈઓનો ભોગ ચઢાવે છે. જેના કારણે મીઠાઈની દુકાનોમાં ભારે માંગ ઊભી થઈ
છપ્પન ભોગથી મીઠાઈ દુકાનો પર ભારે માંગ


સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના દરેક મંડપમાં એક દિવસ છપ્પન ભોગનો કાર્યક્રમ યોજાય છે જેમાં મીઠાઈથી લઇને ફરસાણ, ઠંડા પીણા અને વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલાક આયોજકો ખાસ 56 અલગ–અલગ મીઠાઈઓનો ભોગ ચઢાવે છે. જેના કારણે મીઠાઈની દુકાનોમાં ભારે માંગ ઊભી થઈ છે.

ભાગળ વિસ્તારના હલવાઈ વિશાલભાઈએ જણાવ્યું કે હવે ઘણા આયોજકો “પ્યોર મીઠાઈ”નો આગ્રહ રાખે છે. તેમના દ્વારા બનાવેલા ખાસ થાળમાં 56 જુદી–જુદી મીઠાઈઓ વાડકીઓમાં મૂકવામાં આવી છે. પ્રસાદ વિતરણ બાદ આ થાળનો ઉપયોગ 56 દીવાની આરતી માટે પણ થઈ શકે તેવી રીતે તેનું નિર્માણ કરાયું છે.

આ થાળમાં અસલ સુરતી પંડા, ઘેવર, જાતજાતની બરફી, મોદક, લાડુ, માવા મીઠાઈ, કાજુ મીઠાઈ તથા મીઠા ખાજા જેવી મીઠાઈઓનો સમાવેશ કરાયો છે. હલવાઈ રાજેશભાઈએ જણાવ્યું કે, તેઓએ વિવિધ ફ્લેવરમાં મોદક બનાવ્યા છે અને છપ્પન ભોગમાં મોદકની સંખ્યા સૌથી વધુ છે. ઉપરાંત 50 ગ્રામથી લઇને પાંચ કિલો સુધીના વિશાળ મોદક પણ ભક્તોમાં આકર્ષણ પામી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande