મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં પીલુદરા સેવા સહકારી મંડળી દ્વારા આયોજિત અમૃત મહોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો. આ અવસરે મંડળીના હોદ્દેદારો, સભાસદો, ગ્રામજનો તથા સહકાર ચળવળ સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડળીની વર્ષો જૂની સફર, ખેડૂત સેવા, નાણાકીય સહાય, કૃષિ વિકાસમાં આપેલ યોગદાન તેમજ સહકાર ક્ષેત્રમાં રચાયેલ વિશ્વાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહી મંડળીના હોદ્દેદારો અને સભાસદો સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો. સંવાદ દરમ્યાન સહકાર ચળવળને વધુ મજબૂત બનાવવા, નવી પેઢીના ખેડૂતોને સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડવા અને ટેક્નોલોજી આધારિત સેવાઓને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સભાસદોએ પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે મંડળીના પ્રયાસોથી ગામના ખેડૂતોને ખેતી માટે પૂરતા સંસાધનો તેમજ આર્થિક સહાય મળતી રહી છે. કાર્યક્રમના અંતે સહકાર ભાવનાથી કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો.
પીલુદરા સેવા સહકારી મંડળીનો અમૃત મહોત્સવ માત્ર ઉજવણી નહીં પરંતુ ભવિષ્ય માટેનો નવો દિશાસૂચક સંવાદ સાબિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR