સીકર, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.)
ખાટુશ્યામજી મંદિરમાં આ વખતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહના અંતે, 6 સપ્ટેમ્બરે
રાત્રે 10 વાગ્યાથી 8 સપ્ટેમ્બરે
સાંજે 5 વાગ્યા સુધી
દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. એટલે કે, ભક્તો કુલ 43 કલાક બાબા શ્યામના દર્શન કરી શકશે નહીં.
મંદિર સમિતિના મંત્રી માનવેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું
કે,” 7 સપ્ટેમ્બરે
ચંદ્રગ્રહણ અને 8 સપ્ટેમ્બરે બાબા
શ્યામના તિલક સમારોહને કારણે, આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક પરંપરા મુજબ, ગ્રહણ કાળ અને
તિલક જેવા ખાસ પ્રસંગોએ મંદિરના દરવાજા, અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવે છે. આવી
સ્થિતિમાં, મંદિર
વહીવટીતંત્રે, ભક્તોને નિશ્ચિત સમય અનુસાર યાત્રાનું આયોજન કરવા અને દર્શન
વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે.”
નોંધનીય છે કે, દરેક અમાવસ્યા પછી અને મોટા તહેવારો પર, બાબાની ખાસ તિલક
વિધિ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, મંદિરમાં ભક્તોની ભીડ એકઠી થાય છે અને સુરક્ષા અને
વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, દર્શન થોડા સમય માટે મુલતવી રાખવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પારીક / ઈશ્વર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ