જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અસમાવતી રિવરફ્રન્ટ કમિટીની મળી બેઠક
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં અસમાવતી રિવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગતની બેઠકની કાર્યવાહી નોંધ બહાલી આપવામાં આવી હતી તથા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રજૂ કરાયેલા
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અસમાવતી રિવરફ્રન્ટ કમિટીની બેઠક મળી.


જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અસમાવતી રિવરફ્રન્ટ કમિટીની બેઠક મળી.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં અસમાવતી રિવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ગતની બેઠકની કાર્યવાહી નોંધ બહાલી આપવામાં આવી હતી તથા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રજૂ કરાયેલા બિલોની ચુકવણી સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર એસ ડી ધાનાણીએ અસમાવતી રિવરફ્રન્ટ સમિતિ દ્વારા રિવરફ્રન્ટની નિભાવણી માટે શોર્ટલિસ્ટ કરેલ એજન્સી વર્કઓર્ડર આપી કામ શરૂ કરાવવા અંગે જણાવાયું હતું તેમજ બાકી વાર્ષિક વસૂલાત અંગે સૂચનો કરાયા હતા.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા રિવરફ્રન્ટની પાસેની ખાલી જગ્યાની યોગ્ય જાળવણી કરીને ત્યાં પ્લાન્ટેશન કરવા અંગે તેમજ અસમાવતી નદીની સફાઈ કરવા માટે સૂચક કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેઠક દરમ્યાન આગામી સમયમાં રિવરફ્રન્ટ ફરીથી ધમધમતુ થાય, વધુ વિકસિત થાય અને વધુને વધુ લોકોને લાભ મળે તે દિશામાં કામ કરવા અંગે સુચારુ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મનપા કમિશનર હસમુખભાઇ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે બી વદર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, જિલ્લા આયોજન અધિકારી જે સી ઠાકોર, શહેર મામલતદાર ભરત સંચાણીયા સહિત અસમાવતી રિવરફ્રન્ટ સમિતિના સભ્યો અને સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande