જમ્મુ,, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પૂંછ માં રવિવારે પોલીસે બે આતંકવાદીઓને હથિયારો સાથે ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ આઝામાબાદના તારિક શેખ અને ચેમ્બર ગામના રિયાઝ અહેમદ તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે, શેખ અને તેના સાથી અહમદને તેના ઘરે દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ, પોલીસ ટીમે જાલિયાં ગામમાં શેખના ભાડાના મકાન પર પણ દરોડો પાડ્યો હતો અને ત્યાંથી બે એસોલ્ટ રાઇફલ અને કેટલાક કારતૂસ જપ્ત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અશ્વની ગુપ્તા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ