નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે
તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન, મ્યાનમારના રાજ્ય
સુરક્ષા અને શાંતિ આયોગના અધ્યક્ષ સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગને મળ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભારત તેની નેબરહુડ ફર્સ્ટ, એક્ટ ઇસ્ટ અને
ઇન્ડો-પેસિફિક નીતિઓ હેઠળ મ્યાનમાર સાથેના સંબંધોને મહત્વ આપે છે.”
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે,” મ્યાનમારમાં આગામી
ચૂંટણીઓ તમામ હિસ્સેદારોને સમાવિષ્ટ કરીને ન્યાયી અને સમાવિષ્ટ રીતે યોજાશે. તેમણે
ભાર મૂક્યો કે ભારત મ્યાનમારના નેતૃત્વ હેઠળ અને મ્યાનમારની માલિકીની શાંતિ
પ્રક્રિયાને સમર્થન આપે છે. આ માટે, શાંતિપૂર્ણ વાતચીત અને પરામર્શ એ જ આગળ વધવાનો એકમાત્ર
રસ્તો છે.”
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,”બંને નેતાઓએ
દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને
સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન
અને સરહદ વેપાર સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર વધુ વ્યૂહરચના પર ચર્ચા
કરી.”
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે,” નિર્માણાધીન કનેક્ટિવિટી
પ્રોજેક્ટ્સની પ્રગતિ બંને દેશોના લોકો વચ્ચે વધુ સારા સંપર્કને પ્રોત્સાહન આપશે.
તે ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અનુસાર પ્રાદેશિક સહયોગ અને એકીકરણને પણ પ્રોત્સાહન
આપશે.” પ્રધાનમંત્રીએ મ્યાનમારની વિકાસલક્ષી જરૂરિયાતોને ટેકો આપવા માટે ભારતની
તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ