મહિલા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી યોજાયો કાર્યક્રમ
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર પોલીસ હંમેશા જનતાની સેવા માટે ચોવીસે કલાક ખાડે પગે ઉભી રહે છે અને ગુનાહકીય પ્રવૃત્તિ ઘટે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક
મહિલા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો.


મહિલા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર પોલીસ હંમેશા જનતાની સેવા માટે ચોવીસે કલાક ખાડે પગે ઉભી રહે છે અને ગુનાહકીય પ્રવૃત્તિ ઘટે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સુચના મુજબ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સપેક્ટર આર.એમ.રાઠોડ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ હેઠળ મહિલાઓ સાથે સંવાદ કરી અને મહિલા સુરક્ષા લગત અભિગમ સાથે મહિલાઓના પ્રશ્નોની ચર્ચા કરી હતી જેમાં ઈ-એફ.આઈ.આર/સિટીઝન ફર્સ્ટ એપ તેમજ નશીલા પદાર્થ / ડ્રગ્સની હેરાફેરી તથા સાઈબર ક્રાઈમને લગતા ફોડના બનતા બનાવો વિષેના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવેલ જેમાં ઈ-એફ.આઈ.આર / સિટીઝન ફર્સ્ટ એપ વિષે વિગતવારની માહિતી આપી અને કઈ રીતે ઉપયોગ કરી શકાય તેના વિષે તેમજ જરૂર પડ્યે એપનો ઉપયોગ કરવા સમજ કરી તેમજ નશીલા પદાર્થ /ડ્રગ્સની હેરાફેરી બાબતે વાલીઓએ ખાસ કરીને શાળા/કોલેજમાં દિકરા/દિકરીઓ જતા હોય તે દરમ્યાન કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો જેવા કે, નાર્કોટીક્સ ડ્રગ્સ, દારૂ જેવા નશાકારક પદાર્થ, સીગારેટ, ગાંજો, ચરસ કે કેફીદ્રવ્ય આયુર્વેદિક “કથિત” કફ સિરપ જેવા નશીલા દ્રવ્યોના સેવન કે નશાથી દુર રહેવા અને થતા નુકશાન બાબતે જાણકારી આપી તેમજ ઘરના કોઈ સભ્યો દ્વારા આવો નશો ના થાય અને ડ્રગ્સના નરકમાં તેઓને ખેંચી ન જાય તેની સાવચેતી રાખવા અંગે જાણકારી આપી તેમજ આવા નશીલા પદાર્થોનુ કોઇ જગ્યાએ વેચાણ કે સેવન થતુ હોય તો તે અંગે નાર્કોટીક્સ ડ્રગ્સ હેલ્પ લાઈન નં-1908 નંબરમાં તથા પોલીસને તુરત જ જાણ કરવા સમજ કરી તેમજ સાયબર ક્રાઈમ વિષે ઉપયોગમાં લેવાતા મોબાઈલ દ્વારા સાયબર ક્રાઈમ ફોડ થતો અટકાવવા બાબતે મોબાઈલમાં આવતી કોઈ અજાણી લીંક દ્વારા થતા ફ્રોડ કે કોઈ દ્વારા બ્લેક મેઈલીંગ થાય અને જો સોશ્યલ મીડીયામા કોઈ હેરાન પરેશાન કરે તો તુરંત સાયબર હેલ્પ લાઈન નં.1930 પર સંપર્ક કરવા અને સાવચેતી રાખવા તેમજ જરૂર પડયે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ કરવા સમજ કરી આ બાબતે ફરીયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેના વિશે પણ જાણકારી આપી હતી.

આ કાર્યક્રમ હેઠળ મહિલાઓના પ્રશ્નો બાબતે સંવાદ કરેલ અને મહિલાઓને થતી હેરાનગતિ તેમજ ઘરેલુ હીંસા બાબતે જરૂરી માહિતી આપેલ અને જો કોઈ મહિલાઓને કોઈ હેરાન પરેશાન કરે તો તુરતજ મહિલા હેલ્પલાઈન નંબર 181 તથા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 ઉપર જાણ કરવા તેમજ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સમજ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande