પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ચોમાસા દરમિયાન વર્તુ-2 ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા હતા જેથી નીચાણવાળા વિસ્તારના ગામોમાં પાણીના પ્રવાહની અસર જોવા મળી છે ત્યારે આ ઋતુ પહેલા જ દરવાજા ખોલી પાણીના પ્રવાહને મેનેજ કરવા તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયાએ એન્જી.ને રજુઆત કરી આવેદન પાઠવ્યું હતું.
હાલના ચોમાસા દરમિયાન વર્ષાથી બરડા વિસ્તારની જીવા દોરી સમાન વર્તુ-2 ડેમ ઓવરફ્લો થયો છે સાથે પોરબંદર તાલુકાના ડેમની નીચે આવતા અસરકારક ગામડા ભોમિયાવદર, પારાવાડા, મોરાના, સોઢાના, ફટાણા, સીંગડા, શિસલી વગેરે ગામના તળાવો વોકલાવો અને સોરઠી ડેમ પણ ઓવર ફ્લો થયેલ સીજે તેમજ વર્તુ-2 ઉપરના તમામ ડેમો પણ ઓવરફ્લો થયેલ છે અને હજુ સપ્ટેમ્બર મહિનામાં પણ મોટા વરસાદની આગાહી છે ત્યારે ગુજરાત હવામાન વિભાગની ગંભીર આગાહિયો તથા મેઘ તાંડવ જેવા વરસાદિક વાતાવરણ સમયે ગંભીરતાનો તાગ મેળવી ડેમના પાણીના લેવલ અગાઉથી ઘટાડવા ચાલુ કરી જેતે સમયે લગભગ બધા દરવાજા ખોલવાની સ્થિતિ ન સર્જાય સાથે નિશાનવાળા ગામોના અનેક વોકલાવો, સોરઠી નદી વગેરેના પાણી પ્રવાહ સાથે વર્તુના મોટા પ્રવાહથી જે ભયંકર પૂર ની પરિસ્થિતિ સર્જાય છે તેમા ઘણી રાહત મળી શકે સાથે જગત તાત ખેડૂતોના ખેતરોના ધોવાણોની તારાજી થતા અટકે જે માટે આગળના ચોમાસા દરમિયાન આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો ડેમના જળસ્તર લેવલ અગાઉથી જ યોગ્ય સ્તરે જાળવી રાખો તે માટે રજુઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya