સન્ડે ઓન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં યોજાઈ સાયક્લોથોન
ગાંધીનગર, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 11, LIC ગ્રાઉન્ડથી ''સન્ડે ઓન સ
સન્ડે ઓન સાયકલ


સન્ડે ઓન સાયકલ


ગાંધીનગર, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમતગમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 11, LIC ગ્રાઉન્ડથી 'સન્ડે ઓન સાયકલ' સાયક્લોથોન યોજાઈ હતી, જેને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું.

'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત-ગુજરાત' ના સંદેશ સાથે નગરજનોએ વહેલી સવારે ભરવરસાદમાં LIC ગ્રાઉન્ડથી ફિટ ઈન્ડિયા’તથા વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો હતો.

મ્યુ‌.કમિશનર જે.એન વાઘેલા, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, જમીન સંપાદન અધિકારી અર્જુનસિંહ વણઝારા સહિત મહાનુભાવો અને ડી એલ એસ ના વિદ્યાર્થીઓ, સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની તથા રમતગમત ને જીવનમાં સ્થાન આપવાની પ્રેરણા આપતા ઉત્સાહપૂર્વક રસ્સા ખેંચની રમતમાં સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande