પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર તથા જેસીઆઈ પોરબંદર પ્લસના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ. કાર્યક્રમમાં નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓએ પરંપરાગ
પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો.


પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો.


પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો.


પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો.


પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત પરંપરાગત રમતોનો રંગ જામ્યો.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર-પોરબંદર તથા જેસીઆઈ પોરબંદર પ્લસના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ. કાર્યક્રમમાં નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓએ પરંપરાગત રમતોમાં ભાગ લઈને ભારતીય દેશી રમતોને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પ્રસંગે જણાવ્યું કે, “ભારતીય પરંપરાગત રમતો રમવા માટે કોઈ મોટો ખર્ચ આવતો નથી. ભમરડા જેવી રમકડાં તો ગામડાની ધરતી પરથી જ બને છે. અને પરંપરાગત રમતોને જીવંત રાખવા અપીલ કરી હતી. અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીમાં દેશી રમતોને સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

જેસીઆઈ પોરબંદર પ્લસના ફાઉન્ડર તથા પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, પરંપરાગત રમતોને ઉજવણીમાં સામેલ કરવી એ ભુલાઈ ગયેલી રમતોને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન છે.

આ પ્રસંગે સંગીત ખુરશી, લાકડી બેલેન્સ, કમર રિંગ, ડિસ ફેરવવી, રસ્સા ખેચ, લંગડી, ફેર ફૂદડી, ખો-ખો, દોરી કુદવી, કોથળા દોડ, ભમરડા, લીંબુ સમચી જેવી રમતો રમાડવામાં આવી. ટેકનિકલ સહયોગ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ મેમ્બર દ્વારા આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને વિવિધ અગ્રણીઓએ પરંપરાગત રમતોમાં જોડાઈને ભુલાયેલી રમતોને ફરી જીવંત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande