ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો, સંગઠન અને કાર્યપદ્ધતિ અંગે અપાયું માર્ગદર્શન
અમરેલી,31 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો તથા વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી સંગઠન, કાર્યપદ્ધતિ અને સંકલ્પના અંગે વિસ્તૃત
ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો, સંગઠન અને કાર્યપદ્ધતિ અંગે અપાયું માર્ગદર્શન


અમરેલી,31 ઓગસ્ટ (હિ.સ.)

આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો તથા વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી સંગઠન, કાર્યપદ્ધતિ અને સંકલ્પના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના વિવિધ સ્તરના કાર્યકરો તથા શક્તિ કેન્દ્ર સંયોજકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વર્ગ દરમિયાન પક્ષની રચના, શક્તિ કેન્દ્રનું મહત્વ, બૂથ વ્યવસ્થાપન, મતદારો સુધી પહોંચવાની રીતો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે વાલીશ્રીઓએ કહ્યું કે, ભાજપ કાર્યકર માત્ર રાજકીય કાર્યમાં જ નહીં પરંતુ સામાજિક સેવા, જનકલ્યાણ અને રાષ્ટ્રહિતના કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે. શક્તિ કેન્દ્ર સંયોજકોને સંગઠનના પાયાના સ્તરે જોડાઈને કાર્ય કરવાનું મહત્વ સમજાવાયું.

કાર્યક્રમના અંતે સંયોજકશ્રીઓએ સંગઠનને વધુ મજબૂત બનાવી આગામી ચૂંટણીમાં પક્ષને મહાસફળતા અપાવવાનો સંકલ્પ લીધો હતો.

આમ અમરેલી જિલ્લામાં યોજાયેલ આ પ્રશિક્ષણ વર્ગ ભાજપ સંગઠનને વધુ મજબૂત, સુવ્યવસ્થિત અને સક્રિય બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande