અમરેલી 31 ઓગસ્ટ (હિ.સ.)
અમરેલી જીલ્લા સહકારી સંઘ ખાતે તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ“મન કી બાત”ના ૧૨૫મા એપિસોડનું જીવંત પ્રસારણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લામાંથી જોડાયેલા અનેક યુવાઓ, સહકારી આગેવાનો, કર્મચારીઓ તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશના યુવાનો માટે નવી દિશા દર્શાવતા સંદેશા આપ્યા, સહકાર ક્ષેત્રની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો અને આત્મનિર્ભર ભારત નિર્માણમાં ગ્રામ્ય સહકારની અગત્યતા સમજાવી.
જીવંત પ્રસારણમાં હાજર રહેલા યુવાનો તથા સહકારી આગેવાનોને પ્રધાનમંત્રીજીના વિચારો સાંભળીને નવી ઊર્જા તથા પ્રેરણા મળી હતી. આ પ્રસંગે અમરેલી સહકારી સંઘના આગેવાનો દ્વારા પણ સહકાર ચળવળને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. યુવાનોમાં દેશપ્રેમ, નવીનતા અને સામાજિક જવાબદારી અંગેની ચેતના જાગૃત કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
અમરેલી જીલ્લા સહકારી સંઘ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીજીના માર્ગદર્શક સંદેશાઓને સીધા સાંભળવાનો અવસર મળતા સૌ ઉપસ્થિતોએ ગૌરવ અનુભવ્યું અને સહકાર ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai