નવી દિલ્હી 04 ઓગસ્ટ (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા
એરલાઇન્સની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ દરમિયાન કોકરોચ જોવા મળ્યા બાદ વિમાનની
તાત્કાલિક ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી હતી. આ પછી, એરલાઇન્સે માફી માંગવી પડી હતી અને તાત્કાલિક
સુધારાત્મક પગલાં લેવા પડ્યા હતા. આ ફ્લાઇટ નંબર એઆઇ 180 માં બે મુસાફરો, જેમણે કેટલાક
નાના કોકરોચની ફરિયાદ કરી હતી, તેમને તે જ કેબિનની અન્ય સીટો પર ખસેડવામાં આવ્યા હતા.
એર ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” સન
ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી ફ્લાઇટ નંબર એઆઇ 180 માં બે મુસાફરો
વિમાનમાં કેટલાક નાના કોકરોચ જોયા પછી પરેશાન થયા હતા. તેથી, અમારા કેબિન
ક્રૂએ બંને મુસાફરોને તે જ કેબિનની અન્ય સીટો પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી
બેઠા હતા.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” કલકાતામાં રિફ્યુઅલિંગ
દરમિયાન, ગ્રાઉન્ડ ક્રૂએ
સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક ઊંડાણપૂર્વક સફાઈ કરી હતી.” એરલાઇન્સનું
કહેવું છે કે,” નિયમિત ફ્યુંમીગેશન છતાં, ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન જંતુઓ વિમાનમાં પ્રવેશ કરે
છે. એર ઇન્ડિયાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.”
કંપનીએ કહ્યું કે,” તે સ્ત્રોત અને કારણ શોધી કાઢશે અને
ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેશે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ
એરલાઈન્સે માફી માંગી છે.”
એર ઈન્ડિયાના વિમાનમાં દરરોજ એક યા બીજી સમસ્યા સાંભળવા મળે
છે. આ પહેલા પણ રવિવારે પણ વિમાનમાં ટેકનિકલ સમસ્યા સંબંધિત બે કેસ નોંધાયા હતા.
પહેલી ઘટનામાં, કલકતા જતી એર
ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામી બાદ બેંગલુરુ પાછી ફરી હતી.
'ફ્લાઇટ ટ્રેકિંગ' વેબસાઇટ ફ્લાઈટરડાર 24.કોમ પર આપવામાં
આવેલી માહિતી અનુસાર, એરબસ એ-320 વિમાન દ્વારા
સંચાલિત ફ્લાઇટ આઇએક્સ
2718 બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી અને પછી પાછી ફરી. આ ઉપરાંત, તે જ દિવસે
સિંગાપોરથી ચેન્નઈ જતી એર ઈન્ડિયાની બીજી ફ્લાઇટ એઆઇ 349 જાળવણીના
કારણોસર રદ કરવી પડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ