પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી
નવી દિલ્હી, 4 ઓગસ્ટ (હિ.સ.). નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરીમાં પોલેન્ડ દૂતાવાસ નજીક સ્કૂટી પર સવાર એક બદમાશ કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણનની સોનાની ચેઈન છીનવી લઈને ભાગી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે તે તમિલનાડુના અન્ય એક મહિલા સાંસદ સાથે મોર્ન
સંસદ પરિસરમાં કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણન


નવી દિલ્હી, 4 ઓગસ્ટ (હિ.સ.). નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરીમાં પોલેન્ડ દૂતાવાસ નજીક સ્કૂટી પર સવાર એક બદમાશ કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણનની સોનાની ચેઈન છીનવી લઈને ભાગી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે તે તમિલનાડુના અન્ય એક મહિલા સાંસદ સાથે મોર્નિંગ વોક પર હતી. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ સ્કૂટી ચાલકે સાંસદની નજીક આવીને ગાડી ધીમી કરી અને ગુનો કર્યો. ચેઈન છીનવાઈ ગયા પછી, સાંસદે મદદ માટે બૂમો પાડી, પરંતુ નજીકમાં હાજર લોકો લાચાર રહ્યા.

તે જ સમયે, દિલ્હી પોલીસના ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ (ઈઆરવી), જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને માહિતી મેળવી. પોલીસે પીડિત સાંસદને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું, પરંતુ તમિલનાડુ હાઉસ દ્વારા પીસીઆર કોલ કરવામાં આવ્યા બાદ, સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઘટનાસ્થળે પહોંચ્યા અને સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી.

કોંગ્રેસ સાંસદ સુધાએ, આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે અને માર્ગદર્શિકાને અવગણવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સીધો પત્ર લખીને રાજધાનીમાં વધી રહેલા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તમિલનાડુના મયિલાદુથુરાઈના સાંસદ સુધા રામકૃષ્ણને, સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ છ વાગ્યે, તેઓ તમિલનાડુના અન્ય એક મહિલા રાજ્યસભા સાંસદ સાથે ચાલી રહ્યા હતા, ત્યારે સ્કૂટી પર સવાર એક હેલ્મેટ પહેરેલો વ્યક્તિ અમારી પાસે આવ્યો અને મારી ચેઈન છીનવી લીધો. આ ઘટના પોલેન્ડના દૂતાવાસના ગેટ-3 અને ગેટ-4 પાસે સવારે લગભગ 6:15-6:20 વાગ્યે બની હતી. તેમણે લખ્યું છે કે આરોપીઓએ ગળામાંથી ચેઈન ખેંચતા જ તેમના ગળામાં ઈજા થઈ હતી. તે ઘટનામાં પડીને બચી ગઈ હતી. તે જ સમયે, પોલીસ કહે છે કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, બાદમાં હું ચાણક્યપુરી પોલીસ સ્ટેશન ગઈ અને લેખિત ફરિયાદ નોંધાવી. ઉપરાંત, મેં ગૃહમંત્રી અને લોકસભાના સ્પીકરને ઈમેલ દ્વારા આ ઘટના વિશે જાણ કરી છે. મને આશા છે કે તેઓ તેની નોંધ લેશે અને યોગ્ય કાર્યવાહી કરશે.

હિન્દુસ્થાન સમાચાર/કુમાર અશ્વની/સુશીલ કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande