નવી દિલ્હી, 4 ઓગસ્ટ (હિ.સ.) ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું, સોમવારે સવારે સર ગંગા રામ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 81 વર્ષના હતા. શિબુ સોરેનને કિડની સંબંધિત બીમારીને કારણે, છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શિબુ સોરેનને આજે સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ તેમનું અવસાન થયું. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને દોઢ મહિના પહેલા તેમને સ્ટ્રોક પણ આવ્યો હતો. તેઓ છેલ્લા એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે, દિલ્હીમાં હાજર છે. પિતાના અવસાનની માહિતી શેર કરતા હેમંત સોરેને, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને છોડીને ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું.''
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ