કોંડાગાંવ/રાયપુર, નવી દિલ્હી, 4 ઓગસ્ટ (હિ.સ.). છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના બયાનારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં છત્તીસગઢ સશસ્ત્ર દળ (સીએએફ) કેમ્પમાં તૈનાત એક જવાને, મોડી રાત્રે પોતાની સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. જોકે, જવાનની આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાની તપાસ ચાલી રહી છે.
મૃતકની ઓળખ પ્લાટૂન કમાન્ડર દિનેશ સિંહ ચંદેલ તરીકે થઈ છે. તે દુર્ગ જિલ્લાનો રહેવાસી હતો. ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાને ગોળી ચલાવતા પહેલા આખી ઘટના પોતે રેકોર્ડ કરી હતી. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તપાસ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે કે, ચંદેલે આ ગંભીર પગલું કેમ ભર્યું.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ