નવી દિલ્હી, ૦4 ઓગસ્ટ (હિ.સ.)
લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ
મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 39મી સદી ફટકારી.
તેમણે આ સદી 137 બોલમાં પૂર્ણ
કરી અને આ સાથે તેઓ શ્રીલંકાના મહાન કુમાર સંગાકારાને (38 સદી) પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ
સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.
હવે રૂટથી આગળ ફક્ત ત્રણ દિગ્ગજ બેટ્સમેન છે - ભારતના સચિન
તેંડુલકર (51 સદી), દક્ષિણ આફ્રિકાના
જેક્સ કાલિસ (45 સદી) અને
ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (41 સદી).
રૂટે રવિવારે પોતાની ઇનિંગ દરમિયાન બીજી એક મોટી સિદ્ધિ
હાંસલ કરી. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ઇતિહાસમાં 6,000 રન પૂરા કરનાર
પ્રથમ બેટ્સમેન બન્યો છે.
જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં 13,5૦૦ થી વધુ રન
બનાવી ચૂક્યા છે, અને ટેસ્ટ
ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. તે હવે સચિન
તેંડુલકરના 15,921 રનના
રેકોર્ડને તોડવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ બનાવનારા બેટ્સમેન (અત્યાર
સુધી):
1. સચિન તેંડુલકર - 51 સદી (329 ઇનિંગ્સ)
2. જેક્સ કાલિસ - 45 સદી (28૦ ઇનિંગ્સ)
3. રિકી પોન્ટિંગ - 41 સદી (287 ઇનિંગ્સ)
4. જો રૂટ - 39 સદી (288 ઇનિંગ્સ)
5. કુમાર સંગાકારા - 38 સદી (233 ઇનિંગ્સ)
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ