- ગ્રુપે બીવાયડી અને વેલિયન સાથે
ભાગીદારીના બ્લૂમબર્ગ રિપોર્ટને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો
નવી દિલ્હી 04 ઓગસ્ટ (હિ.સ.) અદાણી ગ્રુપે સોમવારે બ્લૂમબર્ગ રિપોર્ટને, ગેરમાર્ગે
દોરનારો ગણાવ્યો.જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે,” ગ્રુપ ભારતમાં બેટરી
ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ચીની કંપનીઓ સાથે, વ્યૂહાત્મક ભાગીદારી માટે
વાટાઘાટો કરી રહ્યું છે.”
અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” 4 ઓગસ્ટના રોજ
પ્રકાશિત બ્લૂમબર્ગ રિપોર્ટમાં જૂથ અને ચીની કંપનીઓ બીવાયડી અને બીજિંગ વેલિયન
ન્યૂ એનર્જી ટેકનોલોજી વચ્ચે ભાગીદારીનો દાવો કરવામાં આવ્યો છે.”
નિવેદન અનુસાર,”આ રિપોર્ટ સંપૂર્ણપણે પાયાવિહોણો, ગેરમાર્ગે
દોરનારો અને તથ્યોથી પર છે. અદાણી ગ્રુપ ભારતમાં, બેટરી ઉત્પાદન માટે બીવાયડી સાથે કોઈપણ
પ્રકારની ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું નથી. તેવી જ રીતે, અમારી પાસે બીજિંગ
વેલિયન ન્યૂ એનર્જી ટેકનોલોજી સાથે કોઈ વાતચીત અથવા ભાગીદારીની યોજના નથી.”
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે
કે,” અદાણી ગ્રુપ ભારતમાં બેટરી બનાવવા અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં, તેના
પ્રયાસોને આગળ વધારવા માટે ચીની ઇલેક્ટ્રિક વાહન જાયન્ટ બીવાયડી કંપની સાથે
જોડાણની શક્યતા શોધી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ