નવી દિલ્હી, ૦4 ઓગસ્ટ (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના નિધન પર
શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” તેઓ એક પાયાના નેતા હતા. તેમનું
નિધન દુઃખદ છે.”
પ્રધાનમંત્રીએ સોમવારે એક્સપર પોતાના
સંદેશમાં લખ્યું, શિબુ સોરેન એક
પાયાના નેતા હતા, જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે પ્રગતિ કરી.
તેઓ ખાસ કરીને, આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતા. તેમનું
નિધન દુઃખદ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના
મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ॐ શાંતિ.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું સોમવારે સવારે
દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. કિડની સંબંધિત બીમારીને કારણે તેઓ
છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ