પોરબંદર, 6 ઓગસ્ટ (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે રાણાવાવના આશાપુરા ચોકમાં સંધી જમાતખાના પાસે રહેતા શબ્બીર હારૂન પંજવાણીએ પોતાના મકાનમાં બહારથી જુગારીઓને એકત્ર કરીને જુગારધામ શરૂ કર્યુ હતુ. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા જુગારધામ શબ્બીર પંજવાણી ઉપરાંત મેમણ જમાતખાનાવાળી ગલીમાં રહેતા ચાંદશા કાદરશા શાહમદાર, મફતીયાપરામાં બગીચા પાસે રહેતા મુસ્તાક ઓસમાણમીયા બુખારી, હોળીચકલામાં રહેતા નજાકત સતાર કોરેજા અને અદનાન આમદ કોરેજા તથા હૈદરાબાદના રાઇબીડસ સીરા ગલીમાં રહેતી શહેનાઝબેન સલીમ જુનાડુને પકડી પાડયા હતા. 14050ની રોકડ,100000નું એક બાઇક અને 20,000ના ચાર મોબાઈલ સહિત કુલ 44,050ના મુદામાલ સાથે તમામને પકડી પાડયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya