સુરત જિલ્લાની કુલ.732 પ્રાથમિક શાળામાં 61,948 વિદ્યાર્થીઓને, તિરંગાના ઐતિહાસિક મહત્વ વિષે પ્રદર્શન યોજી માહિતગાર કરાયા
સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન-2025 યોજાશે, જેના ફેઝ-1ના ભાગરૂપે સુરત જિલ્લાના તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા
Surat


સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-આઝાદીની ઉજવણીને યાદગાર

બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે

હેતુસર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન-2025 યોજાશે, જેના ફેઝ-1ના ભાગરૂપે સુરત જિલ્લાના તાલુકાઓની

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા શાળાકક્ષાએ ટી.વી/પ્રોજેકટર દ્વારા તિરંગાનું

નિર્માણ, તેમાં આવેલા

ઉત્તરોત્તર બદલાવની કહાની તથા ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તિરંગાનું મહત્વ

દર્શાવતા એક્ઝીબીશન યોજવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાની કુલ.732 પ્રાથમિક શાળામાં 61,948 વિદ્યાર્થીઓને

તિરંગાના ઐતિહાસિક મહત્વ વિષે પ્રદર્શન યોજી માહિતગાર કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande