પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરની સિદ્ધરાજ નગર સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતું હોવાથી રહીશોની તકલીફ વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં રહીશો અત્યંત ચિંતિત બન્યા છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે સોસાયટીના પ્રતિનિધિઓએ, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને રજૂઆત કરી. ચીફ ઓફિસરે રજૂઆતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી માટે અધિકારી ભરત મોદીને સૂચના આપી હોવાનું જણાવી રહ્યું છે.
રહીશોએ આશા વ્યક્ત કરી છે કે, નગરપાલિકા ઝડપથી દૂષિત પાણીની સમસ્યા હલ કરી શુદ્ધ પીવાનું પાણી પુરૂં પાડશે. તેઓ અત્યાર તો નગરપાલિકાની અસરકારક કામગીરીની રાહ જોઈ રહ્યા છે, જેથી આ લાંબાગાળાની સમસ્યાનો અંત આવી શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર