પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના કારોડા ગામમાં આવેલ રામાપીરના મંદિર નજીકના તળાવમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ તળાવમાં તરતી લાશ જોઈ હતી અને તરત જ ગામલોકોને જાણ કરી હતી.
ગામલોકોની જાણના આધારે ચાણસ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એનડીઆરએફ (NDRF)ની ટીમને પણ બોલાવી હતી. બંને ટીમોએ સંયુક્ત પ્રયાસોથી તળાવમાંથી લાશને બહાર કાઢી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો.
હાલ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર