વલસાડ, 6 ઓગસ્ટ (હિ.સ.)- સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI)ના સહયોગથી વલસાડ તાલુકા સ્તરે યોજાયેલ ખોખો સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીઓમાં જુદી જુદી ટૂર્નામેન્ટ્સ સફળતાપૂર્વક યોજાઈ હતી.
આ સ્પર્ધામાં તાલુકાની અનેક શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની રમતિયાળતા, ઝડપ અને ચપળતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દરેક મેચમાં ખેલાડીઓએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા શ્રોતાઓમાં ઉમંગ છવાઈ ગયો હતો.
અંડર-19 ભાઈઓની કેટેગરીના ફાઇનલ મુકાબલામાં સરકારી માધ્યમિક શાળા, પારનેરા અને સ્વામિનારાયણ શાળા, અબ્રામા વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી હતી. બંને ટીમોએ ઉમદા રમત દર્શાવી હતી, પણ અંતે પારનેરાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય હાંસલ કર્યો અને વિજેતાનું ગૌરવ મેળવ્યું.
આ સ્પર્ધા દરમિયાન SGFIના અધિકારીઓ તથા તાલુકા ક્રીડા અધિકારી વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રુચિ, શિસ્ત અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે