પાટણ, 6 ઓગસ્ટ (હિ.સ.)06 ઓગસ્ટ, 2025ના રોજ શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. પ્રથમ દિવસે શાળાના આંગણામાં સંસ્કૃત પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. આચાર્યશ્રીએ સંસ્કૃત ભાષાનું જીવનમાં સ્થાન અને તેનો આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહિમા સમજાવ્યો.
કાર્યક્રમ દરમિયાન શાળાના અનુભવી શિક્ષકો ડૉ. રાજ મહારાજા અને શ્રી દેવેન્દ્રભાઈ પટેલે, સંસ્કૃત ભાષાનું ઐતિહાસિક મહત્વ તથા આધુનિક યુગમાં તેની ઉપયોગિતા અંગે વિવાદવિહીન માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષામાં શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞા લેવામાં આવી, જેમાં સંસ્કૃત પ્રત્યેના સન્માન અને ગૌરવનો ભાવ વ્યક્ત થયો.
કાર્યક્રમના અંતે શાળાની ટીમે સંસ્કૃત ભાષાના સ્લોગનવાળા બેનરો સાથે ગામના મુખ્ય માર્ગ પર રેલી કાઢી, જેને ગામલોકોએ ઊંડા ઉત્સાહ સાથે વધાવી. આ ગૌરવદિન શાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષાની સમૃદ્ધ વારસાને અનુભવનાર એક અવિસ્મરણીય ક્ષણ બની રહી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર