નવી સિવિલ ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી
સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ''નારી વંદન ઉત્સવ-2025'' અંતર્ગત, નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરાઇ હતી. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 કાયદાકીય સેમિનાર ય
Surat


સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-મહિલા અને બાળ અધિકારીની કચેરી

દ્વારા 'નારી વંદન

ઉત્સવ-2025' અંતર્ગત, નવી સિવિલ

હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે મહિલા કર્મયોગી દિવસ’ની

ઉજવણી કરાઇ હતી. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 કાયદાકીય સેમિનાર યોજાયો. જેમાં સિવિલની 200થી વધારે મહિલા કર્મયોગીઓએ ભાગ લીધો

હતો.

આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના

સુપ્રિટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારે, ઘરની અંદર અને બહાર બન્ને જગ્યાએ કાર્યભાર

સંભાળતી મહિલાઓને તણાવમુક્ત રહેવા જણાવ્યું હતું. તેમજ પોતે કે અંગત વર્તુળમાં

તણાવયુક્ત પરિસ્થિતિનો સામનો કરતી મહિલાઓને યોગ્ય કાયદાઓનો ઉપયોગ કરી સમાધાન લાવવા

સલાહ આપી હતી.

આ પ્રસંગે એડવોકેટ ડૉ.હેતલ

રામાણીએ, એકત્રિત મહિલા કર્મયોગીઓને POSH એક્ટ,

કામકાજના સ્થળે મહિલાઓને જાતીય સતામણી અધિનિયમ 2013 કાયદાની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. સાથે જ ભોગ બનતી મહિલાઓને નીડર બની આગળ આવવા

અને કામકાજના સ્થળે બનેલી ICC કમિટી

કે અન્ય મદદરૂપ માધ્યમ થકી ન્યાય મેળવવા પ્રોત્સાહન આપ્યુ હતું.

મહિલા કર્મયોગી દિવસની ઉજવણી પ્રસંગે

મહિલા અને બાળ અધિકારી કચેરીના દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કે.વી.લકુમ,

ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલ,

નવી સિવિલના CMO

ડૉ. ભરતભાઇ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને

નવી સિવિલના અધિકારી/કર્મચારીઓ સહિત dhew અને

osc ટીમના સભ્યો

ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande