મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)
સાઠંબા હાઇસ્કુલ ખાતે સાઠંબા હાઇસ્કુલના શિક્ષક પરિવાર દ્વારા દર વર્ષની જેમ, ચાલુ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સાઠંબા હાઇસ્કુલ કેમ્પસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાઠંબા હાઇસ્કુલના શિક્ષક પરિવાર દ્વારા સાઠંબા હાઇસ્કુલના કેમ્પસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શ્રાવણ માસ દરમિયાન સામુહિક ભોજન કરાવવાનો કેટલાક વર્ષો પહેલા સંકલ્પ કરવામાં આવ્યો હતો.
જે સંકલ્પના ભાગરૂપે દર વર્ષે સાઠંબા હાઇસ્કુલના તમામ વિભાગના શિક્ષક પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શ્રાવણ માસ દરમિયાન સામુહિક ભોજન કરાવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ