કુતિયાણામાં જુગાર રમી રહેલ 10 મહિલાઓ ઝડપાઇ.
પોરબંદર,7 ઓગસ્ટ (હિ.સ.)હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જુગારીઓની મોસમ પણ ખીલી ઉઠી છે. ત્યારે પોરબંદરમાં ચાલતી જુગારધારાની પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સૂચના આપવામાં આવી છે. કુતિયાણા પોલીસ મથકમાં કુતિયાણાના વોરાવાડમ
કુતિયાણામાં જુગાર રમી રહેલ 10 મહિલાઓ ઝડપાઇ.


પોરબંદર,7 ઓગસ્ટ (હિ.સ.)હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જુગારીઓની મોસમ પણ ખીલી ઉઠી છે. ત્યારે પોરબંદરમાં ચાલતી જુગારધારાની પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સૂચના આપવામાં આવી છે. કુતિયાણા પોલીસ મથકમાં કુતિયાણાના વોરાવાડમાં એક મહિલા પોતાના કબ્જા વાળા મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 10 જેટલી મહિલાઓને જુગાર રમતી ઝડપી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડામાં પોલીસે ગૌરીબેન વા/ઓ કાંતિલાલ વલ્લભદાસ અગ્રાવત, અસ્મિતાબેન વા/ઓ કમલેશભાઈ કાથરોટીયા, નયનાબેન વા/ઓ નરોત્તમભાઈ નારણભાઈ ભટી, જ્યોતિબેન વા/ઓ દીપકભાઈ અપરનાથી, ભાવનાબેન વા/ઓ કમલેશભાઈ મેઘનાથી, બાધીબેન વા/ઓ નેભાભાઈ દાસા, જયશ્રીબેન વા/ઓ દિલીપભાઈ દામોદરભાઈ રાયચરુા, ગીતાબેન વા/ઓ દીલીપભાઈ કરશનભાઈ પલાણ, મનીષાબેન વા/ઓ પ્રભુદાસભાઇ રાઠોડ અને શોભનાબેન વા/ઓ પરેશભાઈ વાજાને રોકડ રકમ 21,860/- ના મુદ્દામાલ સાથે ઝડપી કુતિયાણા પોલીસ મથકમાં જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande