મહારાષ્ટ્રની કિશોરીને લગ્નની લાલચ આપી સુરત બોલાવી બળાત્કાર ગુજાર્યો
સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં આસપાસ બાબાના મંદિર પાસે રહેતા યુવકે કિશોરી સાથે મિત્રતા કરી તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી શોષણ કર્યું હતું. જોકે બાદમાં યુવકે તેની સાથે ઝઘડો કરી લગ્ન કરવાની ના પાડી દઈ તર
rape


સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના ગોડાદરા વિસ્તારમાં આસપાસ બાબાના મંદિર પાસે રહેતા યુવકે કિશોરી સાથે મિત્રતા કરી તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી શોષણ કર્યું હતું. જોકે બાદમાં યુવકે તેની સાથે ઝઘડો કરી લગ્ન કરવાની ના પાડી દઈ તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રની વતની કિશોરી તેની બહેનપણી સાથે સુરતમાં આવી હતી. ત્યારબાદ કિશોરી તેની બહેનપણી અને તેના મિત્રો સાથે સુરતના ડુમસના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ગોડાદરા વિસ્તારમાં આસપાસ બાબાના મંદિર પાસે આવેલ આસપાસ નગરમાં રહેતા ક્રિષ્ના ભગવાનભાઈ ઇગલે (ઉંમર વર્ષ ૨૦) સાથે મુલાકાત થઈ હતી. બાદમાં ક્રિષ્નાએ કિશોરી સાથે વાતચીત કરી તેનું ઇન્સ્ટાગ્રામ આઈડી માં કનેક્ટ થયો હતો. બાદમાં અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરી તેને સાથે મુલાકાત કરી હતી. જોકે બાદમાં કિશોરી ફરીથી મહારાષ્ટ્ર જતી રહી હતી અને બીજી વાર તેની બહેનપણી સાથે સુરત આવતા ક્રિષ્ના સાથે તેની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જેથી ક્રિષ્ના એ તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર ક્રિષ્નાએ કિશોરી સાથે લગ્નના બહાને શારીરિક શોષણ કરી સમય પસાર કર્યો હતો પરંતુ બાદમાં તેની સાથે લગ્ન નહીં કરી સોશિયલ મીડિયામાં મુકેલા ફોટા ડીલીટ મારવા મુદ્દે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રિષ્ના ઇગલે સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande