મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.) અરવલ્લી જિલ્લા માં ખાતે આવેલ મખદૂમ એજ્યુકેશન સોસાયટી કાર્યકાળ: ડીસેમ્બર ૨૦૨૪ – જુલાઈ ૨૦૨૫ (ફક્ત ૭ મહિના) શ્રેષ્ઠ નીતિ, મજબૂત શૈક્ષણિક આયોજન અને વાલીઓ માટે રાહત – આ ત્રિપુટી આધારે ઊભું થયેલું આયોજન. 2024માં ચૂંટણી પછી પ્રમુખ સઈદઅહેમદ ભુરાની આગેવાનીમાં મખદુમ એજ્યુકેશન સોસાયટીમાં નવા વિચાર સાથે કાર્ય શરૂ થયું. ધો. ૬ થી ૮ના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સલીમભાઈ પટેલ (એસેન્ટ)ની પસંદગી થતાં જ તેમણે શાળાના શૈક્ષણિક કાર્ય પર પૂરતું ધ્યાન આપી વિદ્યાર્થીલક્ષી કામગીરી કરી.
બિનઅનુદાનિત શાળામાં કેશ સ્કોલરશીપના માધ્યમથી ભણતરસરળ બન્યું. 1. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે તેવા પ્રયત્નો : પ્રથમવાર શાળાના ધો. ૮ના ૧૧ વિદ્યાર્થી NMMS ની સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટમાં આવ્યા – જેનાથી વિદ્યાર્થીઓને સરકારના લાભ મળે છે. 2. શિક્ષણ ફીમાં મોટી રાહત: ધોરણ 6 થી 8 ના બાળકોને શાળાકીય ફી માં મોટી રાહત આપવામાં આવી જેથી શાળાને પૂરતા વિદ્યાર્થીઓ મળી રહે તેમજ સરકારી ધારાધોરણોને અનુરૂપ શિક્ષણકાર્ય થઈ શકે. 3. કેશ સ્કોલરશીપ અમલમાં:બિનઅનુદાનિત શાળામાં કેશ સ્કોલરશીપના માધ્યમથી ભણતર સરળ બન્યું. 4. શાળા ભવન અને ઓરડાનું સમારકામ: શાળાની ઈમારતમાં તથા જરૂરી વર્ગખંડમાં રિનોવેશનની કામગીરી મંડળના સહયોગથી હાથ ધરાઈ. 5. નિયમિત વાલી સંપર્ક દ્વારા વાલીઓની સમસ્યાઓને ઉકેલી શક્યા. સલીમભાઈ પટેલ (એસેન્ટ) નો ઉદાત્ત દ્રષ્ટિકોણ: વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવવું – એજ સાચી સેવા છે. છેલ્લા વર્ષોમાં જે વંચિત રહી ગયા, તેને હવે આગળ ધપાવવાનું કામ શરૂ કર્યું.”
જો દ્રષ્ટિ સાફ હોય, કાર્યપદ્ધતિ સ્પષ્ટ હોય અને હૃદયમાં ભવિષ્ય માટે કાળજી હોય – તો ફક્ત ૭ મહિનામાં પણ મોટું, વિદ્યાર્થીલક્ષી કામ કરી શકાય છે, તે પૂરવાર કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ