પોરબંદરના શખ્સને ગાંજો આપનાર જૂનાગઢનો શખ્સ ઝડપાયો.
પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના કમલાબાગ પોલીસમથક વિસ્તારમાં કેટલાક દિવસો પહેલા ગાંજો પકડાયો હતો અને આ ગાંજો પૂરો પાડનાર શખ્સ જૂનાગઢનો હોવાનું બહાર આવ્યુ હતુ. સ્પેરશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને રાણાવાવના બસડેપો નજીકથી જૂનાગઢના આ ઇસમને પકડી
પોરબંદરના શખ્સને ગાંજો આપનાર જૂનાગઢનો શખ્સ ઝડપાયો.


પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના કમલાબાગ પોલીસમથક વિસ્તારમાં કેટલાક દિવસો પહેલા ગાંજો પકડાયો હતો અને આ ગાંજો પૂરો પાડનાર શખ્સ જૂનાગઢનો હોવાનું બહાર આવ્યુ હતુ. સ્પેરશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને રાણાવાવના બસડેપો નજીકથી જૂનાગઢના આ ઇસમને પકડી પાડયો છે અને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના નાશતા કરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વાપ.જી. માથુકીયા તથા પોલીસ ઇન્સપેક્ટર પી.ડી. જાદવને સૂચના આપવામાં આવેલ જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે વર્કઆઉટ કરતા હોય જે દરમ્યાન એ.એસ.આઈ. રવિન્દ્ર એસ. ચાઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડીયાને ખાગની રીતે હ્યુમન સોર્સથી બાતમી રાહે હકીકત મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એરા. એકટની કલમ મુજબ કેટલાક દિવસો પહેલા અલ્તાક નામના ઈરામને ગાંજો પુરો પાડનાર જુનાગઢના શખ્સનું નામ ખૂલ્યું હતુ તેથી ગાંજા ના ગુન્હાના કામે ચાલુ તપાસનો નાસતો ફરતી આરોપી અબ્દુલ ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખ, ધંધો ડ્રાઈવીંગ, રહે. ઘરાનગર, ટાવરની સામે, બીલખા રોડ, જુનાગઢનો પોરબંદર જિલ્લામાં આવનાર હોય જે હકીકતના આધારે વોચમાં રહેતા રાણાવાવ બસસ્ટેશન પાસેથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર વાય. જી. માથુકીયા, પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.જાદવ, એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, દીપકભાઈ ડાકી, રવિન્દ્રભાઈ ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગૌશણીયા, ભરતસિંહ ગોહિલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, પોગીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી, ગીરીશભાઈ વાજા રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande