પોરબંદરમાં ગાંજો સપલાઈ કરનાર શખ્સ ઝડપાયો.
પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં કેટલાક સમય પહેલા ગાંજો પુરો પાડનાર મુળ મધ્યપ્રદેશના ઈસમને એસ.ઓ.જી.ની ટીમે મજેઠી ગામેથી પકડી પાડયો છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જી
પોરબંદરમાં ગાંજો સપલાઈ કરનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં કેટલાક સમય પહેલા ગાંજો પુરો પાડનાર મુળ મધ્યપ્રદેશના ઈસમને એસ.ઓ.જી.ની ટીમે મજેઠી ગામેથી પકડી પાડયો છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાશતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેકટર વાય. જી.માથુકીયા, તથા પોલીસ ઈન્સપેક્ટર પી.ડી. જાદવને સુચના આપવામાં આવેલ, જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે વર્ક આઉટ કરતાં હોય તે દરમ્યાન એ.એસ.આઈ. રવિન્દ્ર એસ.ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહીતભાઈ ગોરાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડીયાને ખાનગી રીતે હ્યુમન સોર્સથી બાતમી રાહે હકીકત મળેલ કે, કમલાબાગ પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એકટની કલમ-8(સી), 20(બી) (2-એ), 29 મુજબના ગુન્હાના કામેનો છેલ્લા ચાર મારાથી લાલશાહીથી નાસતો ફરતો આરોપી રાજુ રહે. જુનાગઢ મો.7020311264વાળાનુ ટૂંકુનામ ખુલેલ હોય જે દરમ્યાન વર્ક આઉટ કરતાં જાણવા મળેલ કે, તેનુ સાચુ નામ દાજીયા ઉર્ફે રાજુ ત/૦ કાલા (ઉ.વ.30) રહે.મુળ ઉમરબેડા ગામ જી.બડવાની રાજય-મધ્યપ્રદેશ હાલ રહે. મજેઠી ગામ તા.ઉપલેટા જી.રાજકોટવાળાને મજેઠી ગામેથી પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોપેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર વાય.જી.માથુકીયા, પોલીસ ઈન્સપેક્ટર પી.ડી.જાદવ,એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી,રવિન્દ્રભાઈ ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા, ભરતસિંહ ગોહીલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર,પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી,ટેકનીકલ સેલના એ.એસ.આઈ રાજુભાઈ જોષી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, ગીરીશભાઈ વાજા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande