સુરત , 7 ઓગસ્ટ (હિ.સ.)-ભેસ્તાન વિસ્તારમાં પોલીસના નામે ચરી ખાતો અને એક દુકાનદાર પાસેથી વિમલ અને સિગરેટની ઉઘરાણી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. ત્યારે પોલીસના નામે ઉઘરાણી કરનાર ઈસમને દુકાનદારે જાગૃતતા દાખવીને પોલીસને જાણ કરી હતી અને તેને ભેસ્તાન પોલીસના હવેલ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં આવેલી ત્રિમૂર્તિ ચોકડી ખાતે એક યુવક ચા ની દુકાન ઉપર ગયો હતો હતો અને દુકાનદાર પાસેથી વિમલ તથા સિગરેટરની માંગણી કરતો હતો,એટ્લુજ નહીં ચોંકાવનારી વાત હતી કે આ શખ્સ પોલીસના નામે દુકાનદારને દમદાટી આપી અને પોલીસના નામે વિમલ અને સિગરેટની ઉઘરાણી કરતો હતો.જોકે આ યુવકનો કોઈએ વિડીયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાયલ કરી દીધો હતો.જયારે તેનું નામઠામ પૂછવામાં આવતા વાલ્મિકી પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું અને પોતે સચિન પોલીસ મથકની પીસીઆરમાં ફરજ બજાવતો હોવાનું પણ જણાવતો હતો..એટલુંજ નહીં સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસના નામે ઉઘરાણી કરતા આવા તત્વો સામે અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. જયારે ચાની દુકાનવાળાએ પણ જાગૃતતા દાખવી હતી અને આ અંગે પોલીસને જાણ કરી હતી અને તેને ભેસ્તાન પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે