વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો
વડોદરા 7 ઓગસ્ટ (હિ.સ.) વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો.વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમા મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ (Lissemys punctata) જોવા મળ્યો હતો, જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકર
વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો


વડોદરા 7 ઓગસ્ટ (હિ.સ.) વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ કાચબો.વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમા મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ (Lissemys punctata) જોવા મળ્યો હતો, જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના કમાટીબાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે. અલ્બીનો કાચબાની ઝાંખી મળતાની સાથે જ આસપાસના લોકોમાં અદભુત ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા કાચબા કરતા કંઈક અલગ ફ્લૅપશેલ ટર્ટલ અહીં ચટક પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા.

વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું, અમને ચિખોદ્રામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાચબો દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ કાચબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્યજીવન વોર્ડન પાસેથી માર્ગદર્શન લેવાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande