આલોક અગ્રવાલ હત્યા મામલો: મુખ્ય આરોપીઓને પકડી તેઓની ગેરકાયદેસર સંપત્તિઓઓનું ડીમોલેશન કરવાની માંગ
સુરત , 7 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના લીંબાયત પોલીસ મથકમાં આવેલા ડુંભાલ ફાયર સ્ટેશન નજીક પાંચ દિવસ પહેલા કાપડ દલાલ આલોક અગ્રવાલની ચાપુના અનેક ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ હત્યાકાંડ બાદ કાયદા વ્યવસ્થાઓ ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યાં હતા.તેમજ પોલીસ દ્વવારા
આલોક અગ્રવાલ હત્યા મામલો: મુખ્ય આરોપીઓને પકડી તેઓની ગેરકાયદેસર સંપત્તિઓઓનું ડીમોલેશન કરવાની માંગ


સુરત , 7 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના લીંબાયત પોલીસ મથકમાં આવેલા ડુંભાલ ફાયર સ્ટેશન નજીક પાંચ દિવસ પહેલા કાપડ દલાલ આલોક અગ્રવાલની ચાપુના અનેક ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ હત્યાકાંડ બાદ કાયદા વ્યવસ્થાઓ ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યાં હતા.તેમજ પોલીસ દ્વવારા પણ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડવામા આવ્યા હતા. જોકે અન્ય આરોપીઓ અત્યારે પણ પોલીસ પોકળથી દૂર છે. ત્યારે અગ્રવાલ સમાજ દવરા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને અન્ય આરોપીઓને જલ્દી પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ કરવાંમાં આવી છે.

અગ્રવાલ સમાજ પર્વત પાટિયા,સુરત દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે 2 બીજી ઓગસ્ટના રોજ લીંબાયત વિસ્તારમાં રાજસ્થાની સમાજના આલોક અગ્રવાલની ત્રણ - ચાર હત્યારાઓએ મળીને નિર્મમ હત્યા કરી હતી.આ ઘટનાથી સમગ્ર રાજસ્થાની સમાજ દુઃખી છે.એટલુંજ નહીં આ હત્યાકાંડથી આસપાસના વિસ્તારમાં મહિલાઓ અને બાળકો તેમજ કાપડ વેપારીઓમાં ડરનો માહોલ છે.ત્યારે આ હત્યાકાંડના મુખ્ય આરોપીઓ હજુ પકડવાના બાકી છે. ત્યારે બાકીના આરોપીઓને જલ્દીથી પકડવામાં આવે અને તેઓના જે પણ ગેરકાયદેસરના ધંધાઓ, દુકાન કે મકાન હોય તે તેના ડીમોલેશન કરવામાં આવે અને આરોપીઓના કોઈ પણ સંજોગોમાં જામીન ના થાય તેવી માંગણીઓ કરવામાં આવી છે.તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી સમસ્ત સમાજ તરફથી વિનતી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande