કચ્છ/ગાંધીનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ રાધનપુર હાઇવે પર આવેલા લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ તથા મે.પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ નાઓએ શરીર સબંધી/મિલ્કત સબંધીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓની સુચનાથી લાકડીયા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સામખીયાળી મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ઘાટારાની હોટલ પાસે ૨ ઈસમો કન્ટેનર ટ્રકમાં ભરેલ એલ્યુમિનિયમ સ્ક્રેપના જથ્થામાંથી કોઈપણ જાતના આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી સ્ક્રેપ અન્ય પીકપ વાહનમાં ભરી રહેલ હોય જેથી બંને વાહન તથા એલ્યુમિનિયમ સ્ક્રેપના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી પાડી ચોરી-છળકપટથી મેળવેલ મુદામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી હાજર મળી આવેલ ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૩૫(૧)(ઈ) તળે અટકાયત કરી આગળની વધુ લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) ખેતારામ બાબુરામ ચૌધરી ઉ.વ-૨૧ રહે.પનાણી ધતરવાલો કી ઢાણી, ગામ-નિમ્બલકોટ, તા.ગુડામાલાણી જિ-બાડમેર રાજસ્થાન
(૨) રીયાઝ ઈલીયાસ મનિહાર ઉ.વ-૪૦ હાલ રહે.ઘાટારાની હોટલ સામખીયાળી-મોરબી નેશનલ હાઈવે મુળ રહે.૨૧૨૫,ગુલશન નગર દવાખાના વિભાગ ભીલાડ તા.ઉમરગામ જિ-વલસાડ
કબ્જે કરેલ મુદામાલ
એલ્યુમિનિયમ સ્ક્રેપ ૧૬૪ કિ.ગ્રા કિ.રૂ.૩૦,૦૧૨/-
બોલેરો મેક્ષ પીકપ વાહન નંબર-GJ-39-T-7054 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
ગેસની ૨૨૫ ગ્રામની બોટલ નંગ-૧ કિ.રૂ.૧૦૦/-
એક લોખંડનુ પકડ કિ.રૂ.૧૦૦/-
એક લોખંડનુ ડીસમીસ કિ.રૂ.૧૦૦/-
કંન્ટેનરમાં રહેલ એલ્યુમિનિયમ સ્ક્રેપ ૨૬,૬૬૬ કિલોગ્રામ કિ.રૂ.૪૮,૭૯,૮૭૮/-
ટ્રક નંબર -GJ-12-BV-1418 કિંમત .રુ.૧૦,૦૦,૦૦૦/-
કુલ કિંમત રૂ.૬૪,૧૦,૧૯૦/-
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/ ભાવિન વોરા
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ