ધારી ગીરના જંગલોમાં, સિંહ પરિવારનો અદભૂત દર્શન: વાયરલ થયો વિડીયો
અમરેલી 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં કુદરતના આંચળમાં અનોખો નજારો જોવા મળ્યો છે. લીલાછમ ધરતી, શીતળ પવન અને હરિયાળી વચ્ચે એક સાથે સિંહોના પરિવારનો અદભૂત વિડીયો સામે આવ્યો છે. ધારી નજીકના જંગલ વિસ્તારમાં 8 સિંહો આરામ
ધારી ગીરના જંગલોમાં સિંહ પરિવારનો અદભૂત દર્શન: વાયરલ થયો વિડીયો


અમરેલી 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં કુદરતના આંચળમાં અનોખો નજારો જોવા મળ્યો છે. લીલાછમ ધરતી, શીતળ પવન અને હરિયાળી વચ્ચે એક સાથે સિંહોના પરિવારનો અદભૂત વિડીયો સામે આવ્યો છે. ધારી નજીકના જંગલ વિસ્તારમાં 8 સિંહો આરામ કરતી સ્થિતિમાં જોવા મળ્યાં છે.

આ વીડિયો એક સ્થાનિક યુવકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જેમાં પુખ્ત સિંહ સાથે સાથે ત્રણ નાના સિંહબાળ પણ દેખાઈ રહ્યા છે. આ પૂરા સિંહ પરિવાર લીમડાં જેવી ઝાડીઓ વચ્ચે આરામથી પડ્યો હોય તેમ શાંત અને નિરાકુળ જોવા મળ્યો હતો. સિંહોનો આ નજારો દુર્લભ ગણાય, કારણ કે એક સાથે આખા પરિવારને ખૂલ્લા જંગલમાં એટલી નજીકથી જોવા મળવું સહજ નથી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં રસ અને ઉત્સાહ જોવા મળ્યો છે. વનપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે આ કદાચ અમૂલ્ય ક્ષણ બની ગઈ છે. ઘણી વેળા સિંહો રસ્તા કે વસ્તીવાળા વિસ્તારમાં દેખાતા હોય છે, પણ જંગલની મધ્યભાગમાં આવા દુર્લભ દ્રશ્યો જોવા મળતા દુર્લભ હોય છે.

ગીર જંગલ માત્ર પ્રવાસન માટે નહીં, પણ એ સિંહોના કુદરતી નિવાસસ્થાન તરીકે ગૌરવનું પ્રતિક છે, અને તેની સુરક્ષા આપણી સંયુક્ત જવાબદારી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande