અંબાજી માં અજય માતા ઉર્ફે અપરાજિતા માતાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
અંબાજી 07 ઓગસ્ટ (હિ. સ)શક્તિપીઠ અંબાજીના માં અંબેના મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજીતા માતાનો આજે શ્રાવણ સુદ બારસને પાટોત્સવ યોજવામાં આવ્યું હતું. આ અજય માતાનું એકમાત્ર મંદિર ગુજરાત ભર માં માત્ર અંબ
Ambaji ma ajay mata mo patotsav


Ambaji ma ajay mata mo patotsav


અંબાજી

07 ઓગસ્ટ (હિ. સ)શક્તિપીઠ અંબાજીના માં અંબેના

મોટા બહેન તરીકે ઓળખાતા અજય માતા ઉર્ફે અપરાજીતા માતાનો આજે શ્રાવણ સુદ બારસને

પાટોત્સવ યોજવામાં આવ્યું હતું. આ અજય માતાનું એકમાત્ર મંદિર ગુજરાત ભર માં માત્ર

અંબાજી ખાતે આવેલું છે ને માતાજીના પાટોત્સવને લઈ નવચંડી યજ્ઞ તેમજ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

જેની અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા આરતી પણ કરવામાં આવી

હતી જ્યારે સર્વસુખાકારી માટે હોમ હવન કરવામાં આવ્યા હતા અને સાથેમાવાનો કેક કાપીને પાટોત્સવ ની

ઉજવણી કરવામાં આવી હતી જોકે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે નવ દિવસ અજય માતા

ઉર્ફે અપરાજીતા માતાની આરાધના કરી હતી ત્યારે આ અજય માતાએ ભગવાન શ્રીરામને અજય બાણ

ભગવાન શ્રીરામને આપવામાં આવ્યો હતો અને ભગવાન રામે તે બાણથી રાવણનો વધ કર્યો હતો

એટલું જ નહીં હાલમાં પણ અયોધ્યા ખાતે જે રામ મંદિર બનાવવામાં આવેલું છે ત્યાં પણ આ

આ અજય માતા મંદિરે અજય બાણ ની પ્રતિકૃતિની પૂજા વિધિ કરીને અયોધ્યા લઈ જવામાં આવી

હોવાનું.કનુભાઈ શાસ્ત્રી પૂજારી અજય માતા મંદિર અંબાજી એ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande