જામનગર શહેરમાં વધુ એક યુવાનને વ્યાજખોરનો ત્રાસ અને ધમકી
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં યુવાનને નાણાની જરૂરિયાત હોય તેથી વ્યાજખોર પાસેથી રૂા.1,70,000 માસિક 20 ટકાના જંગી વ્યાજે લીધા હતા. આ રકમ પેટે રૂા. 6,28,000 ચૂકવવા છતાં નાણાંની ઉઘરાણી અને ધમકી આપતા વ્યાજખો
ફરિયાદ


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં યુવાનને નાણાની જરૂરિયાત હોય તેથી વ્યાજખોર પાસેથી રૂા.1,70,000 માસિક 20 ટકાના જંગી વ્યાજે લીધા હતા. આ રકમ પેટે રૂા. 6,28,000 ચૂકવવા છતાં નાણાંની ઉઘરાણી અને ધમકી આપતા વ્યાજખોર વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગરમાં રણજિતસાગર રોડ પર ન્યુ ભાનુ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં રહેતા જીજ્ઞેશભાઇ મગનભાઇ ખાણધર (ઉ.વ.33) નામના યુવાને વર્ષ 2020માં નાણાની જરૂરિયાત હોય જેથી અશોક ઉર્ફે જાંબુ મૂળજી નંદા નામના વ્યાજખોર પાસેથી રૂા. 1,70,000ની રકમ માસિક 20%ના જંગી વ્યાજે લીધી હતી. આ રકમ પેટે પરિવારના સભ્યોના આઠ કોરા સહી કરેલા ચેક આપ્યા હતા. તેમજ માર્ચ 2025 સુધીમાં આ રકમ પેટે રૂા. 6,28,000 વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી યુવાનને ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી હતી.

જીજ્ઞેશના પિતાના નામનો એચડીએફસી બેન્કનો રૂા. 12,00,000નો ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરી હતી. જો રૂપિયા નહીં આપે તો હજી બીજા ચેક બાઉન્સ કરવાની ધમકી પણ આપી હતી. આમ, વ્યાજખોર દ્વારા અપાતા ઉઘરાણીના ત્રાસ અને ધમકીથી કંટાળીને યુવાને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande