કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં, આતંકવાદ વિરોધી કાર્યવાહી સાતમા દિવસે પણ ચાલુ
કુલગામ, નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી ગુરુવારે સાતમા દિવસે પણ ચાલુ રહી. દરમિયાન, સેનાના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં આતંકવાદ વિ
કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં, આતંકવાદ વિરોધી કાર્યવાહી સાતમા દિવસે પણ ચાલુ


કુલગામ, નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી ગુરુવારે સાતમા દિવસે પણ ચાલુ રહી. દરમિયાન, સેનાના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાઓમાં આતંકવાદ વિરોધી ગ્રીડની સમીક્ષા કરી.

કુલગામ જિલ્લાના અખલ વન વિસ્તારમાં સુરક્ષા કાર્યવાહી ગયા અઠવાડિયે શરૂ થઈ હતી. જ્યારે સંયુક્ત દળોએ આતંકવાદીઓના જૂથની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ, આ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ કામગીરી શરૂ કરી હતી. શરૂઆતના ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. શરૂઆતના ગોળીબારમાં 4 સૈન્ય જવાનો ઘાયલ થયા હતા અને તે સૈનિકો સારવાર હેઠળ છે.

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ઓપરેશન અખાલ ચાલુ છે, આખી રાત ભારે ગોળીબાર અને વિસ્ફોટો સંભળાયા હતા. આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેવાની અપેક્ષા છે અને તે દાયકાઓમાં કાશ્મીરમાં સૌથી લાંબુ હોઈ શકે છે.

દરમિયાન, ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ, દેવસરની મુલાકાત લીધી અને દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ગ્રીડની સમીક્ષા કરી જ્યાં તેમને સુરક્ષા પરિસ્થિતિ, ઓપરેશનલ તૈયારીઓ અને ચાલુ કામગીરી વિશે માહિતી આપવામાં આવી.

સેનાએ છુપાયેલા આતંકવાદીઓને ભાગી જતા અટકાવવા માટે રુદ્ર હેલિકોપ્ટર, ડ્રોન અને પેરા કમાન્ડો તૈનાત કર્યા છે. સુરક્ષા દળો અંતરિયાળ વિસ્તારોમાં આતંકવાદીઓ સામે આક્રમક કાર્યવાહી કરી રહ્યા છે, જ્યારે સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખાની રક્ષા માટે હાઇ એલર્ટ પર છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande