બોલેરો પીકઅપમાં કુલ 2292 વિદેશી દારૂની બોટલ હતી જે મોરીયાણા જતી હતી
એલસીબી વાલિયામાંથી વિદેશી દારૂ અને પીકઅપ મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ગતરોજ એલસીબીએ 1691 નંગ બોટલ 4.66 લાખના દારૂ સાથે ડણસોલી ગામેથી પકડી પાડ્યો હતો
વાલિયા તાલુકો ખરેખર વિદેશી દારૂના વેચાણ માટે પંકાઈ ગયેલ છે જેના માટે યોગ્ય તપાસ થવી જોઈએ
ભરૂચ 7 ઓગસ્ટ (હિ.સ.)
વાલિયા તાલુકામાં બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ડર નહીં હોય તેમ છેલ્લા બે દિવસમાં ભરૂચ એલસીબીએ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે . વાલિયાથી ડહેલી ગામની પાછળના ભાગે આવેલ પીઠોર ગામેથી રસ્તા ઉપરથી ભરૂચ એલસીબીએ ગતરોજ વિદેશી દારૂ ભરીને જતી પીકઅપ ગાડીને ઝડપી પાડી હતી. જેમાંથી 6. 89 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો .જેનો ચાલક ભરૂચ એલસીબી પોલીસને જોઈને પીકઅપ મૂકીને નાસી છૂટ્યો હતો. જેથી અજાણ્યા બુટલેગર ઉપર કાયદેસરની પ્રોહિબિશનની કલમો લગાવીને તેને ઝડપી પાડવા તજવીજ કરી હતી.
ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળા અને પીએસઆઈ આર.કે. ટોરાણીને વાલિયા ડહેલી પીઠોર થઈ એક બુટલેગરની પીકઅપ વિદેશી દારૂ ભરીને નીકળવાની છે આ બાતમીના આધારે એલસીબીએ પીઠોર નજીક સીમમાં છૂપાઈને એલસીબીએ બોલેરો પીક અપ ગાડી નંબર GJ-16-AY-2822 આવતા તેને કોર્ડન કરી પકડી પાડતા તેનો ચાલક પોલીસને જોઈ પહેલા જ નાસી છૂટ્યો હતો.આ બોલેરો પીકઅપમાંથી 2292 નાની મોટી વિદેશી દારૂની બોટલ 6.89 લાખની અને પીકઅપ 7 લાખ મળી કુલ 13.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાલિયા પોલીસને સોંપી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ પીકઅપમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો મોરીયાણામાં કોને આપવાનો હતો તેની તે દિશામાં તપાસ કાયદેસર કરવામાં આવે.વાલિયા તાલુકાના ગામે ગામ વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે જેની વિજિલન્સ દ્વારા તપાસ થવી જરૂરી બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ