ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરી આપવામાં આવશે
ભાવનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે ₹135.5834 કરોડના અંદાજીત ખર્ચની મંજૂર
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ₹135.58 કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરી આપવામાં આવશે


ભાવનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે ₹135.5834 કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે, જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.

મુખ્ય ઉદ્દેશો અને લાભો:

• યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને કોચિંગ સ્ટોકના જાળવણીની જરૂરિયાતો પૂર્ણ કરવી.

• પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી.

• એલએચબી અને વંદે ભારત જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે આધુનિક અને એકીકૃત જાળવણી સુવિધાનું નિર્માણ.

• રાણાવાવ ખાતે પૂરતું જગ્યા ઉપલબ્ધ હોવાથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ શક્ય.

પ્રસ્તાવિત કામનો વ્યાપ:

• 650 મીટરની 02 પિટ લાઇનો, જેમાં છતયુક્ત શેડ હશે.

• 650 મીટરની વોશિંગ લાઇન.

• 222 મીટર x 50 મીટરનું શેડ ધરાવતી સિક લાઇન.

• 650 મીટરની સ્ટેબલિંગ લાઇન, જેમાં બે 15 ટનની EOT ક્રેન લાગશે.

• 200 વર્ગ મીટરનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, જેમાં વીજળી અને પ્રકાશની વ્યવસ્થા હશે.

• સંબંધિત વિજળી(TRD), સિગ્નલ અને ટેલિકોમ (S&T) કામકાજ.

• આ આધુનિક જાળવણી સુવિધા સાથે સંબંધિત અન્ય સહાયક કામો.

આ વિકાસ વંદે ભારત ટ્રેનો માટે જાળવણી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પગથિયો છે અને ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂતી આપશે. આ ભારતીય રેલવેની આધુનિકતા અને શ્રેષ્ઠ યાત્રા સેવાઓ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande