અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન માટે બાળકોમાં ભારે ઉત્સાહ
મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ''હર ઘર તિરંગા અભિયાન'' દ્વારા થઈ રહી છે. દેશના નાગરિકો આ અભિયાન થકી પોતાનો દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે. આવા જ એક આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળા
અરવલ્લી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન માટે બાળકોમાં ભારે ઉત્સાહ


મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 'હર ઘર તિરંગા અભિયાન' દ્વારા થઈ રહી છે. દેશના નાગરિકો આ અભિયાન થકી પોતાનો દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે. આવા જ એક આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધા, રાખડી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ,તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે .લોકોને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande