જામનગરથી સુરત અને અમદાવાદ માટે દૈનિક હવાઈ સેવા થશે શરૂ
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના લોકોને આગામી દિવસોમાં વધુ બે હવાઈ સેવાનો લાભ મળશે, જેમાં જામનગરથી સુરત અને જામનગરથી અમદાવાદની દરરોજ એક ફ્લાઈટની સેવા મળશે. સ્ટાર એર દ્વારા આગામી તા. ર૩ ઓગસ્ટ ર૦રપ થી વધારાની વિમાન સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં
ફ્લાઈટ


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના લોકોને આગામી દિવસોમાં વધુ બે હવાઈ સેવાનો લાભ મળશે, જેમાં જામનગરથી સુરત અને જામનગરથી અમદાવાદની દરરોજ એક ફ્લાઈટની સેવા મળશે.

સ્ટાર એર દ્વારા આગામી તા. ર૩ ઓગસ્ટ ર૦રપ થી વધારાની વિમાન સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદ-જામનગર-અમદાવાદ અને જામનગર-સુરત-જામનગરનો સમાવેશ થાય છે.

સવારે ૮-૧પ કલાકે અમદાવાદથી વિમાન ઉપડશે અને સવારે ૯-૦પ કલાકે જામનગર આવશે. આ પછી જામનગરથી સવારે ૯-૩૦ કલાકે ઊડાન ભરી ૧૦-ર૦ કલાકે સુરત પહોંચશે, જ્યારે સુરતથી બપોરે ૧-૩પ કલાકે ઊડાન ભરીને બપોરે ર-રપ કલાકે જામનગર આવશે અને જામનગરથી બપોરે ર-પ૦ કલાકે ઊડાન ભરીને બપોરે ૩-૪૦ કલાકે અમદાવાદ પહોંચશે.

પ૦ બેઠકની ક્ષમતાવાળું આ વિમાન દરરોજ અમદાવાદ અને સુરત માટે ઊડાન ભરશે. આમ જામનગરવાસીઓને બે સપ્તાહ પછી વધારાની હવાઈ સેવાનો લાભ મળી રહેશે. આ માટે સ્ટાર એર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande