750 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડ કેસમાં ઈડી એ રાંચી, કોલકતા અને મુંબઈમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા
રાંચી, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે સવારે 750 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડના આરોપીઓના રાંચી, કોલકતા અને મુંબઈમાં કુલ 8 સ્થળોએ દરોડા પાડ્યા. રાંચીમાં 6 અલગ અલગ સ્થળોએ આ દરોડા એક સાથે પાડવામાં આવ્યા હતા. પીપી
ઈડી ના દરોડા


રાંચી, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે સવારે 750 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડના આરોપીઓના રાંચી, કોલકતા અને મુંબઈમાં કુલ 8 સ્થળોએ દરોડા પાડ્યા. રાંચીમાં 6 અલગ અલગ સ્થળોએ આ દરોડા એક સાથે પાડવામાં આવ્યા હતા. પીપી કમ્પાઉન્ડમાં સ્થિત કૃષ્ણા એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટ ઉપરાંત, આ દરોડા અન્ય પાંચ સ્થળોએ પણ પાડવામાં આવ્યા હતા. ઈડી ટીમો જરૂરી દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને અન્ય પુરાવા શોધી રહી છે.

ગુરુવારે સવારે, ઈડી ટીમો એરપોર્ટ રોડ પર સ્થિત ઈડી ઓફિસથી વિવિધ સ્થળોએ દરોડા પાડવા માટે રવાના થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી એ જીએસટી કૌભાંડમાં દરોડાના બીજા રાઉન્ડની શરૂઆત કરી છે. હાલમાં, અન્ય રાજ્યો સહિત કુલ 8 સ્થળોએ ઈડી દરોડા પાડી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જીએસટી કૌભાંડ સંબંધિત દરોડાના બીજા રાઉન્ડમાં શિવકુમાર દેવડા ગેંગ સાથે સંકળાયેલા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જીએસટી કૌભાંડમાં દરોડાના પહેલા રાઉન્ડમાં, ઈડી એ કોલકતાથી શિવકુમાર દેવડા, જમશેદપુરથી અમિત અગ્રવાલ ઉર્ફે વિકી ભાલોટિયા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછ દરમિયાન, જીએસટી કૌભાંડમાં નકલી બિલ બનાવીને સરકારને નુકસાન પહોંચાડવાની માહિતી મળી હતી.

ઈડી ને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, માલ ખરીદ-વેચાણ કર્યા વિના કાગળનો વેપાર બતાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) નો અનુચિત લાભ લેવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, આ ધંધામાં વધુ લોકો સામેલ છે. આ માહિતીની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા પછી, ઈડી એ જીએસટી કૌભાંડમાં દરોડાના બીજા રાઉન્ડ શરૂ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande