લસકાણામાંથી, ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું
સુરત , 7 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના લસકાણા અને સરથાણા વિસ્તારો જાણે ડુપ્લીકેટીગ પ્રોડક્ટ્સ બનાવવા અને વેચવા માટેના હબ બની રહ્યા હોય તેવું એક પછી એક ઘટના બાદ પ્રતીત થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.અગાઉ પણ આ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થ લઈને અનેક ડુપ્લીક
લસકાણામાંથી, ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું


સુરત , 7 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના લસકાણા અને સરથાણા વિસ્તારો જાણે ડુપ્લીકેટીગ પ્રોડક્ટ્સ બનાવવા અને વેચવા માટેના હબ બની રહ્યા હોય તેવું એક પછી એક ઘટના બાદ પ્રતીત થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.અગાઉ પણ આ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થ લઈને અનેક ડુપ્લીકેટ વસ્તુઓ મળી આવી છે, એટલું જ નહીં પરંતુ હાલમાં જ એલસીબી દ્વારા લસકાણા વિસ્તારમાં રેઇડ કરીને નકલી અને લાયસન્સ વગર વેચાતા રજનીગંધા અને તુલસી જેવા ટોબેકોના ગોરખધંધાઓના પડદાફાશ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે વધુ એક વખત પોલીસ દ્વારા લસકાણા વિસ્તારમાં આવેલા એક બંગ્લોઝની અંદર રેઇડ કરીને ડુપ્લીકેટ મોટરસાયકલનું ઓઇલ બનાવવાનો કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યો છે, તેમજ સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરવાની સાથો સાથ લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી -1 ટીમ દ્વારા મળેલી બાતમીને આધારે પાસોદરા કેનાલ રોડ,બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલ ક્રિસ્ટલ બંગ્લોઝના શેરી -2 બંગલા નંબર 33 માં રેઇડ કરવામાં આવી હતી.અને સ્થળ પરથી જુદી જુદી ટૂ વ્હીલર મોટરસાયકલના ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનવાનું કારખાનયુ ઝડપી પાડવામાં આવ્યું હતું,તેમજ સ્થળ પરથી આરોપી નવનીત જસમતભાઈ ઠુમ્મર (રહે- બંગલા નંબર 22, શેરી નંબર, 2 ક્રિસ્ટલ બંગ્લોઝ, કેનાલ રોડ ) ની ધરપકડ કરવમાં આવી હતી .આ સિવાય સ્થળ પરથી સર્વો 4- ટી બીએસ 6 ઓઇલ તેમજ કેસ્ટ્રોલ એક્ટિવ ઓઈલ સહીત અલગ અલગ પ્રકારના ઓઈલના જથ્થા અને ડબ્બા તેમજ પેકીંગ માટેના પુંઠાના બોક્સ સહિત કુલ્લે રૂ.6.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.એટલુંજ નહીં પોલીસ દવારા આરોપીની પુછપરછ કરવામાં આવતા તેની વિરુદ્ધમાં આગાઉ સરથાણા પોલીસ મથકમાં હત્યા,કામરેજમાં છેતરપિંડી અને અન્ય છ અલગ આલગ પોલીસ મથકોમાં ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધું કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande