ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) પીજીવીસીએલ રાજકોટ ના માર્ગ દર્શન તથા સીધી સૂચના થી વીજ ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળ ના વેરાવળ, સુત્રાપાડા તથા તાલાલા તાલુકા ની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૨૫ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૭૩૨ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૨૦૯ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ ૬૧.૦૨ લાખ ની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નીચે મુજબ ના ગામો વિસ્તારો માં વીજ ચેકીંગ થયેલ છે .
આરબ ચોક, ત્રુક ચોરા, ભરકોટ, મોચી બાજર,ખારવા વડ,,ઝાલેશ્વર, મફતિયાપરા, પ્રજાપતિ સોસાયટી.,ટીંબડી, રંગપુર, પીપલવા, ગંગેથા, ભુવાવડા,સોલજ,રતિધર,રામપરા,મોરડિયા,ખેરા,જસાધાર,ભુવાટીંબી, ભીમદેવલ,અનિડા, ,ચાગીયા,બારૂલા,વાવડી (સુત્રા), વડોદરા (ઝાલા), ,સિંગસર,લોધવા,બરેવલા,રાખેજ,મટાણા,કંજોતર,ધામલેજ વિરપુર, બોરવાવ,ઘુંસિયા, ગાભા, ધર્મનવા,ઉમરેઠી, માલઝીંઢવા, સોનારીયા,મેઘપુર,બદલપારા,અજોઠા, ચમોડા, આંબલીયાળા,નવદ્રા,પાંડવા,ઈન્દ્રોઈ,ઈશ્વરીયા,ભેરાલા,મંડોર,, , મંડોરણા, આંકોલવાડી,રામપરા,મથાસૂરિયા,કોડીદરા, ,જશાધર,રામપારા,રતિધર,અનિદા,ભીમદેવલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ